આંધ્ર પ્રદેશના રાજકારણમાં ફિલ્મ સ્ટાર્સનો દબદબો જોઈ પવન કલ્યાણે નવો રાજકીય પક્ષ બનાવ્યો છે. પવન કલ્યાણના રાજકીય પક્ષ જનસેના પાર્ટીએ ભાજપ અને તેલુગુ દેશમ સાથે રાજકીય ગઠબંધન કર્યું છે. આ ગઠબંધને ટોલિવૂડ સ્ટાર પવન કલ્યાણને પીઠાપુરમ બેઠક પરથી ઊભા રાખવાનો નિર્ણય જાહેર કર્યાના થોડાક જ સમયમાં જ રામ ગોપાલ વર્માએ તેની સામે મોરચો ખોલી દીધો હતો.