કોંગ્રેસે શનિવારે લોકસભા ચૂંટણી માટે વધુ 16 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને ચંદીગઢ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહને રાજ્યની મંડી લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યાં છે. આમ મંડીની બેઠક પર તેમનો મુકાલાબો ભાજપના ઉમેદવાર અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે થશે.